મોરબીના ઘુંટુ ગામ ખાતે મહિલાઓમા જાગૃતિ લાવવાના હેતુથી કાર્યક્રમ યોજાયો
મોરબી: ગઈકાલે “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત સુશાસન દિવસની ઉજવણી અન્વયે મોરબી તાલુકાના ઘુટું ગામ ખાતે મહિલાઓ લક્ષી યોજના તથા કાયદાઓ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓને યોજના લક્ષી માહિતી તથા કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ સાથે થતી જાતીય સતામણી અંગે મહિલાઓને માહિતી આપવામાં આવી હતી.