મોરબીના ઘુંટુ ગામનો તલાટી મંત્રી વિમલ ચંદ્રાલા રૂ. ૫૦ હજારની લાંચ લેતા ઝડપાયો
મોરબી: મોરબીના ઘુંટુ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અવારનવાર વિવાદમા હતા ત્યારે મળતી માહિતી મુજબ આજે ઘુંટુ ગામના તલાટી કમ મંત્રીને લાંચ લેતા મોરબી ACBએ રંગે હાથે ઝડપી પાડયો હોય તેવી માહિતી સુત્રો પાસેથી મળી રહી છે.
મોરબી તાલુકાના ઘુંટુ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિમલ ચંદ્રાલાએ અરજદાર પાસેથી મંજૂરી આપવા બાબતે રૂ. ૫૦ હજાર આસપાસની રકમની માંગણી કરેલ હોય જે અરજદાર આપવા માંગતા ન હોય અરજદારે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ તલાટી મંત્રી ચંદ્રાલાને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હોવાની માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે તેમજ ઘુંટુ ગ્રામ પંચાયતના સરપંચના પતિ દેવજીભાઈ પરેચાને પણ પુછપરછ માટે એસીબી દ્વારા લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળિ રહી છે. આ અંગે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.