મોરબીના ઘુંટુ ગામે દાઝી જતાં માસુમ બાળકનું મોત
મોરબી: મોરબીના ઘુંટુ ગામે હરીનગર સોસાયટીમાં ગેસ લીક હોવાથી આગ લાગતાં દાઝી ગયેલ ત્રણ વર્ષના માસૂમ બાળકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હર્ષ ભાવેશભાઇ પરેશા ઉ.વ.૦૩ રહે.હરીનગર સોસાયટી ઘુંટું ગામ તા.જી.મોરબી વાળા પોતાના ઘરે રસોડામા ગેસ ચાલુ કરવા જતા ગેસ લીક હોવાથી આગ લાગતા ભાવેશભાઇ તથા તેમનો પુત્ર હર્ષ ઉ.વ-૦૩ વાળા દાઝી જતાં સારવારમા ખાનગી હોસ્પીટલ દાખલ કરેલ હોય જેનુ સારવાર દરમિયાન હર્ષ નામના બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.