મોરબીના ઘંટિયાપા વિસ્તારમાં મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિઓ અંગે સ્થાનિકોએ આવેદન પાઠવ્યું
જીલ્લા કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાને રજૂઆત કરી
મોરબીના નાની બજાર નજીક આવેલ ઘંટિયાપા વિસ્તારમાં આવેલ એક મકાનના માલિકે મકાન વેચાણ કર્યું હોય જે મામલે લત્તાવાસીઓને ગોળગોળ જવાબ આપતા હોય જેથી મકાન ખરેખર કોણે વેચાણ કર્યું છે તે બાબતે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે અને લત્તાવાસીઓએ આજે જીલ્લા કલેકટરને આવેદન પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે
ઘંટિયાપા વિસ્તારના રહીશોએ આજે જીલ્લા કલેકટર, એસપી, ધારાસભ્ય અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પાઠવી જણાવ્યું છે કે ગ્રીન ચોક પાસે આવેલ ઘંટિયાપા વિસ્તારના રહીશો છીએ જ્યાં તમામ ઘરોમાં હિંદુ વસે છે વિસ્તારમાં વર્ષોથી જુના પાડોશીઓ એકબીજા સાથે હળીમળીને રહીએ છીએ અમને જાણ થઇ છે કે શેરીમાં આવેલ એક મકાન જેના પર “અંબિકા આશિષ” લખેલું છે જેના મકાન માલિક દ્વારા આ મકાન વેચાણ કરેલ છે જે અંગે તેઓએ શેરીમાં રહેતા લોકોને કોઈ પ્રકારની જાણ કરી ના હતી અને લત્તાવાસીઓને ધ્યાને આવતા તેઓએ પૂછપરછ કરી તો ગોળગોળ વાતો કરે છે જેથી અમોને શંકા છે કે તેઓએ મકાન વિધર્મીને વેચાણ કર્યું છે અથવા કરવાની પેરવી કરી રહ્યા છે
તેઓ ગોળગોળ જવાબ આપી લત્તાવાસીઓને ગુમરાહ કરી રહ્યા છે ક્યારેક મોચીને આપ્યું જણાવે છે તો ક્યારેક અન્ય જ્ઞાતિને આપ્યાનું જણાવે છે વિધર્મીને મકાન વેચાણ કરવાની પેરવીની શંકા જતા સ્થાનિકો તેમને રૂબરૂ મળી વાતચીત કરવા ગયા હતા ત્યારે તેઓએ વણકરને મકાન આપ્યાની વાત કરી હતી આમ તેઓ ફરતા ફરતા ગોળ જવાબ આપે છે જે શંકા પ્રેરે છે અને આવા કોઈ તત્વો શેરીમાં રહેવા આવી જાય તો વર્ષોથી શેરીમાં રહેલ એકતા અને શાંતિનો ભંગ થઇ સકે છે તેમજ અમારા વિસ્તારમાં અશાંત ધારો પણ લાગુ હોય જેથી મકાન વેચાણની થતી શંકાસ્પદ ગતિવિધિઓ અંગે યોગ્ય તપાસ કરવા અને કાર્યવાહી કરવા માંગ કરી છે.