મોરબીના ઘુંટુ ગામના સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરાયા
મોરબી તાલુકાના ઘુંટુ ગામના સરપંચ દ્વારા બાંધકામ મંજુરીમા ગેરરીતિ આચરવા બદલ સરપંચને મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદા પરથી દુર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૦૪(૧) મુજબ બાંધકામ માટે પંચાયતની પુર્વમંજુરી મેળવવાની હોય છે જ્યારે ઘુટ ગ્રામ પંચાયતના સરપંચ જયાબેન દેવજીભાઈ પરેચાએ ઘુંટુ ગ્રા.પં.ની તા.૦૭/૦૨/૨૦૨૪ની સામાન્ય સભાના ઠરાવ નં.૦૪ થ બાંધકામની મંજુરીની સતા સરપંચએ પોતાની પાસે રાખેલ છે. જે પંચાયત ધારાની જોગવાઈ વિરુધ્ધ છે. જેથી જયાબેન દેવજીભાઈ પરેચાને સરપંચ પદેથી ગુજરાત પંચાયત અધિનિયમ- ૧૯૯૩ની કલમ-૫૭(૧) હેઠળ તાત્કાલિક અસરથી મોકૂફ કરવાનો મોરબી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ ક૨વામાં આવ્યો છે. આ હુકમથી જો સરપંચ નારાજ હોય તો દિન-30માં રાજ્ય સરકારને અપીલ કરી શકશે.