મોરબીના ગાયત્રીનગરમા જુગાર રમતા ત્રણ મહિલા સહિત નવ ઝડપાયા
મોરબી: મોરબીના વાવડી રોડ ગાયત્રીનગર -૦૧મા આરોપીના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત નવ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવીજન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર -૦૧મા રહેતા આરોપી કાનજીભાઇ ભીમજીભાઈ ખટાણા (૩૮) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો કાનજીભાઇ ભીમજીભાઇ ખટાણા ઉ.વ.૩૮ રહે.મોરબી ગાયત્રીનગર-૧ વાવડી રોડ મોરબી, કાંતીલાલ ભગવાનજી ભાઇ સાવરીયા ઉ.વ.૩૧ રહે. રાજપર તા. જી. મોરબી સુરેશભાઇ ગોવીંદભાઇ સાવરીયા ઉ.વ.૨૮ રહે. ટીંબડી તા. જી. મોરબી, જયદીપભાઇ અણદાભાઇ આલ ઉ.વ.૨૫ રહે. લીલાપર રોડ સાતહનુમાન સોસાયટી મોરબી, અનીલભાઇ ભગવાનજીભાઇ પરમાર ઉ.વ. ૨૩ રહે. ટીંબડી તા. જી. મોરબી, જગદીશભાઇ મોતીભાઇ નૈયા ઉ.વ. ૩૫ રહે. રંગપર તળાવપાસે તા.જી.મોરબી, ચેતનાબેન નવીનભાઇ ગુર્જર ઉ.વ.૩૦ રહે. મોરબી નવલખીરોડ લાયન્સનગર, અંજલીબેન ધર્મેન્દ્રભાઇ વનમાળીદાસ ગૌસ્વામી ઉ.વ.૩૦ રહે.મોરબી દરબારગઢ સંઘવીશેરી, મીનાબેન કાનજીભાઇ ભીમાભાઇ ખટાણા ઉ.વ.૪૦ રહે. મોરબી ગાયત્રીનગર શેરીનં.૧/૨ વાવડીરોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૪૦૧૨૦ ના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)