મોરબી: આગામી તારીખ ૧૦/૧૧/ ૨૦૨૪ અને રવિવારે સાંજે ૪ થઈ ૬ ગાયત્રી ચેતના કેન્દ્ર મોરબી ખાતે ગર્ભસંસ્કાર વિષે એક શિબિરનું ફ્રી આયોજન કરવામા આવેલ છે. આ શિબિરમાં રાજકોટ સંસ્કૃતિ આર્ય ગુરુકુલના સંચાલક ડૉ. મેહુલભાઇ આચાર્ય શિબિરાર્થીઓને માર્ગદર્શન આપશે. ડૉ. મેહુલભાઇ આચાર્ય આયુર્વેદના પ્રખંડ જ્ઞાતા છે. દર્શનાચાર્ય છે. આયુર્વેદ તથા દર્શનશાસ્ત્રમાં પી.એચ.ડી. છે. ખાસ મોરબીના આંગણે થનાર આ જ્ઞાનયજ્ઞમાં અનેક વિષયોની છણાવટ કરવામાં આવશે.
જેમાં મુખ્યત્વે, ગર્ભાવસ્થા પહેલાંની કાળજી, કુદરતી પ્રસુતિના ઉપાયો, પ્રસૂતિ પછીના આહાર વિહાર અને કાળજી, મંત્રૌષધિ સંસ્કારનું સંપૂર્ણ વિજ્ઞાન, ગર્ભસંસ્કાર, મંત્રપ્રયોગ અને વિવિધ વૈદિક સૂક્ત, નાના બાળકોની પરવરિશનું વિજ્ઞાન વગેરે વિષય પર જાણકારી મેળવવા નવપરણિત યુવાનો, સમસ્યાગ્રસ્ત યુવાનો, આયુર્વેદના જીજ્ઞાસુઓને હાજર રહેવા હાકલ કરવામાં આવે છે. હાજર પરિણિત યુગલોને મધૂરમ ફાઉન્ડેશન તરફથી “ગર્ભવિજ્ઞાન” પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે.
આ શિબિરનું આયોજન મધૂરમ ફાઉન્ડેશન તથા ગાયત્રી પરિવાર દ્વારા કરવામાં આવેલ છે. કોઇ ચાર્જ નથી, બિલ્કુલ ફ્રી શિબિર છે પણ વ્યવસ્થાના ભાગ રૂપે 9426232400 પર ફોન કે વોટસએપથી જાણ કરવા વિનંતિ છે.
મોરબી: મોરબીના ઘુંટુ ગામે બહુચર યુવક મંડળ દ્વારા ગૌશાળાના લાભાર્થે આગામી તારીખ ૦૭-૧૧-૨૦૨૪ ના રોજ રાત્રીના ૯:૦૦ કલાકે ઘુંટુ ગામના ઝાંપે મહાન ઐતિહાસિક નાટક રાંકનું રતન તથા દાનેશ્વરી કર્ણ સાથે પેટ પકડાવીને હસાવતુ કોમીક ગાંગા પુતર તથા લખો માંડો નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નાટક અને કોમીક નીહાળવા નાટકપ્રેમી...
ટંકારા તાલુકાના મિતાણા ગામ નજીક આવેલ રેક્ષ્વેલ ફેક્ટરીમાં રમતો હોય ત્યારે ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના મિતાણા ગામે આવેલ રેક્ષ્વેલ ફેક્ટરીમાં રહેતા પારસકુમાર હિતેષભાઇ પારગી ઉ.વ.૦૨વાળો પોતાના ઘરે રમતો હોય ત્યારે ગરમ પાણી માથે પડતા શરીરે દાઝી જતાં...
ટંકારા: ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી પાંચ શખ્સોએ વૃદ્ધને ગાળો આપી લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર (ઘુ) ગામે રહેતા હરજીભાઈ લીંબાભાઈ બરાસરા (ઉ.વ.૬૯) એ તેમના જ ગામના આરોપી...