મોરબીના ગાંધીબાગમાંથી ગંદકી દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના ગાંધીબાગ કે જ્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા આવેલી છે ત્યાં ગંદકીનું સામ્રાજય ખડકાયુ છે જે દૂર કરવા કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
રાજીવગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબીને મહાનગરપાલિકા બનાવવાના લેવાયેલ નિર્ણય બાબતે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.
તેમજ આજ મોરબીમાં ગાંધીબાગ નામે એક જ જગ્યા આવેલ છે. જ્યાં હાલમાં બાગ બગીચો તો રેવા પામેલ નથી જ્યાં વાહનોનું પાર્કિગ બનાવી દેવા આવેલ છે પરંતુ બદનસીબી એકે આ બાગમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલ છે. અને આ બાગમાં આજના દિવશો માં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. જે મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ના આગ્રહી હતા. વડાપ્રધાન દ્વારા સ્વચ્છતા મિશનમાં પણ ગાંધીજીના ચશ્માં તથા ફોટાનો ઉપયોગ કરવામાં આવેલ છે. તે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મોરબીમાં ગંદગીનું સામ્રાજ્ય છે ખુબજ શરમ જનક બાબત છે.
હાલમાં મોરબી નગર પાલિકામાં વહીવટ દારનું શાસન છે. અને હવે કોર્પોરેશન બનેલ છે. નજીકના સમયમાં ચુંટણીઓ થવાની નથી માટે આપને વિનતી કરું છું કે ભલે ચુંટણીઓ ના આવવાની હોય પણ સ્વચ્છ તો કાયમી જરૂરી જ હોય છે. અને એ પણ ગાંધીજીની પ્રતિમા પાસે જો ગંદકી દૂર કરવામાં નહી આવે તો સ્થાનીક લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.