મોરબીના ગાંધીબાગમાં મરક્યુરી લાઇટ, CCTV કેમરા અને ચોકિદાર મુકવાની સામાજિક કાર્યકરોની માંગ
મોરબીમાં પોસ્ટ ઓફિસ સામે આવેલ ગાંધીબાગ પાર્કમાંથી ટુ વ્હીલર અનેક મોટરસાયકલોની ચોરી થતી હોય છે અને અહિયાં ગાંધીજીનુ સ્ટેચ્યુ હોય છતા કાયમી અંધકાર છવાયેલ હોવાથી ગાંધીબાગમા મરક્યુરી લાઇટ, CCTV કેમરા અને ચોકિદાર મુકવા સામાજિક કાર્યકરો દ્વારા જીલ્લા પ્રશાસનને લેખિત રજુઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરોશભાઈ કોટેચાએ મોરબી જિલ્લા પ્રશાસનને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી પોસ્ટની ઓફિસની સામે આવેલ ગાંધીબાગમાં વાહનો પાર્કીંગની સુવીધા વેપારીઓ અને પોસ્ટ ઓફીસ તથા બેંકે આવનારા લોકો માટે રાખવામાં આવેલ છે અને વેપારીઓ તથા આવેલ લોકોએ પોતાનું વાહન આ પાર્કીંગમાં લોક મારીને રાખેલ હોવા છતા કોઇ લુખા તત્વો આવા લોક તોડીને મોટર સાઇકલોની ઉઠાંતરી કરી જાય છે, વાહન પાર્કીંગમાં રાખેલ હોય તેમ છતા પણ આવા અઠંગ ઉઠાવ વીરો વાહનનું લોક તોડીને ઉપાડી જતા હોય અને એસ.બી.આઇ બેંકની સામે આવેલ સુર્યોદય કોમ્પ્લેક્ષમાં દુકાનો ધરાવતા વેપારીઓના અનેક વાહનો ગાંધીબાગ પાર્કીંગમાંથી ઉપડી ગયેલ છે તેમજ બીજા અન્ય લોકો ખરીદી કરવા માટે આવતા હોય તેઓના પણ વાહનો ઉપડી ગયેલ છે જે અંગે ગાંધીબાગમાં સારી મરકયુરી લાઇટ અને સી.સી.ટી.વી. કેમેરા અને એક ચોકીદાર મુકવાની મોરબીના સામાજિક કાર્યકરોએ જીલ્લા પ્રશાસનને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.