મોરબીના ગાંધી ચોકમાંથી એકટીવા ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબીના ગાંધી ચોકમાં આવેલ ભારત પેટ્રોલિપંપમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ વૃદ્ધનુ એક્ટીવા ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર હાઉસીંગ બોર્ડ રામજી મંદિર વાળી શેરીમાં બ્લોક નં -૬૭૭ માં રહેતા મહીપતસિંહ લખુભા ઝાલા (ઉ.વ.૫૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ગાંધી ચોકમાં આવેલ ભારત પેટ્રોલિપંપમાંથી ફરીયાદીનુ હોન્ડા કંપનીનું એકટીવા રજીસ્ટર નંબર -જીજે-૦૩-એફ.એસ- ૯૩૨૫ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.