Sunday, December 22, 2024

મોરબીના ફડસર ગામેથી રૂ.1.44 લાખનો ઈંગ્લીશ-દારૂ બીયરનો જથ્થો ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ફડસસર ગામે આરોપીના કબ્જા ભોગવટા વાળા મકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બીયરનો કુલ કિં રૂ. ૧,૪૪,૯૫૫ નો મુદ્દામાલ મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. 

મોરબી એલસીબી તથા પેરોલ ફર્લોની ટીમને સયુંકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ફડસર ગામે રહેતા ભરતભાઇ બચુભાઇ કુંભારવાડીયા તથા તેના દીકરા કરણ ભરતભાઇ કુંભારવાડીયા તેઓના રહેણાંક મકાનની પાછળ આવેલ કબજા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લીશદારૂ / બીયરનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-૮૮૫ કિં રૂ.૧,૩૫,૩૫૫ તથા બીયર ટીન નંગ -૯૬ કિં રૂ. ૯૬૦૦ મળિ કુલ કિં રૂ. ૧,૪૪,૯૫૫ નો મુદામાલ મળી આવતા બન્ને વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારાતળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર