મોરબી: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા ત્યારે પહેલાં ગૃહ વિભાગે બિન હથિયારધારી 76 ડીવાયએસપીની બદલીના આદેશ આપ્યા
જેમાં મોરબીના ડીવાયએસપી એમ.આઈ.પઠાણની મદદનીશ પોલીસ કમિશનર રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે તેમના સ્થાને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક પી.એસ. ગોસ્વામીની મોરબી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકના પદે નિમણુંક કરવામાં આવી છે.

