મોરબીના ડાયમંડનગર નજીક પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝમાંથી ઇલેકટ્રીક મોટરોની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
મોરબી: મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા રસ્તે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ (જીન) માંથી ઇલેકટ્રીક મોટરોની ચોરી કરતી ગેંગને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ચોરીનો ભેદ મોરબી તાલુકા પોલીસે ઉકેલ્યો છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ઇ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો તા.૨૨/૧૧/૨૩ ના રોજ ગુન્હો દાખલ થયેલ હોય અને ગુન્હાના કામે ચોરીમાં ગયેલ ઇલેકટ્રીક મોટરો નંગ-૨૨ કિં.રૂ. ૧,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા રસ્તે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ (જીન) માંથી ચોરી થયેલ હોય જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા આરોપી બાબતે અલગ-અલગ ટીમો બનાવી વોચ તપાસમાં રવાના કરેલ હોય
અને સર્વેલન્સ સ્ટાફ સાથે વોચ તપાસમાં રહી ગુન્હો શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મોરબી તાલુકાના ધુળકોટ ગામની સીમમાં, ઝવેરી મેલડી માતાજીના મંદિર પાસે આવેલ પુલ ઉપર વાહન ચેકીંગ કરતા દરમ્યાન એક મહિન્દ્રા કંપનીની બોલેરો કાર રજીસ્ટર નં. GJ-36-T-8318 વાળી નીકળતા જેમાં ચાર ઇસમો બેસેલ હોય જેઓની પુછપરછ કરતા શંકાસ્પદ જણાતા સાથેના પોલીસે કારના ઓર્નર તથા ચારેય ઇસમો બાબતે પોકેટકોપના માધ્યમથી સર્ચ કરતા કાર ઓર્નર ખીમજીભાઇ બચુભાઇ કોસીયા વાળા હોય જે કારમાં હાજર ન હોય તેમજ ચારેય ઇસમો પૈકી અશોભાઇ ધીરૂભાઇ દેલવાડીયા તથા ભરતભાઇ ભવાનભાઇ ગાંગડીયા નાઓ ગુન્હાહિત ઇતિહાસ ધરાવતા હોય જેથી કારની તપાસ કરતા કારના ઠાઠામાં ઇલેકટ્રીક મોટરો મળી આવતા મોટરો બાબતે સધન પુછપરછ કરતા ઇલેકટ્રીક મોટરો મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી આમરણ જતા રસ્તે ડાયમંડનગરની બાજુમાં આવેલ પુરૂષાર્થ કોટન ઇન્ડસ્ટ્રીઝ (જીન) માંથી ચોરી કરેલાની કબુલાત આપતા જે બાબતે ખરાઇ કરતા ચોરીના ગુનાના કામનો આરોપી હોવાનુ જણાતા મળી આવેલ ઇલેકટ્રીક મોટર નંગ-૨૨ કિ.રૂ.૧,૯૮,૦૦૦/- તથા મહિન્દ્રા કંપનીની ખુલ્લી બોડીવાળી બોલેરો કાર રજીસ્ટર નંબર- GJ-36-T-8318 કિં.રૂ.૩,૦૦૦૦૦/- મળી કૂલ કિં.રૂ.૪,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ચારેય આરોપી સંજયભાઇ લીબુભાઇ કુંઢીયા ઉ.વ.૨૭, રહે. ભીમસર ત્રણ માળીયા, સુરેશભાઇ લાભુભાઇ કુંઢીયા ઉ.વ.૨૭ રહે, ઇન્દીરાનગર, મોરબી-૦૨, અશોકભાઇ ધીરૂભાઇ દેલવાડીયા ઉ.વ.૩૪ રહે. લીલાપર, ચાર માળીયા, તા.જી.મોરબી, ભરતભાઇ ભવાનભાઇ ગાંગડીયા ઉ.વ.૨૪, રહે. લીલાપર ચાર માળીયા, તા.જી.મોરબીવાળાની ધોરણસર અટક કરી આગળની તપાસ પો.સ.ઈ. વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.