મોરબીના ધરમપુર ગામે સ્કુલમાંથી 85 હજારના મતામાંલની ચોરી કરી તસ્કરો છૂ
મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામની સીમમાં મોરબી કંડલા હાઈવે જે.કે. ભડીયા પાસે સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલની મેનેજમેન્ટ ઓફિસની બારી તોડી છ ઈસમોએ મેનેજમેન્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગુરૂકુળના વિદ્યાર્થીઓની સ્કુલ ફી પેટેના રોકડ રૂ. ૮૫૦૦૦ ના મતામાંલની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના રેલવે સ્ટેશન રોડ પર અક્ષરધામપાર્કમા રહેતા ઇશ્વરભાઇ કરશનભાઇ કૈલા (ઉ.વ.૬૪) એ આરોપી સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા છ ઇસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫-૧૨-૨૦૨૩ ના રોજ ફરીયાદી સેવા આપતા તે ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરૂકુળમાં સી.સી.ટી.વી. માં દેખાતા અજાણ્યા છ ચોર ઇસમો સ્કુલ બિલ્ડીમાં રાત્રી દરમ્યાન દિવાલ ટપી પ્રવેશ કરી સ્કુલ બિલ્ડીંગની મેનેજમેન્ટ ઓફીસની બારી તોડી મેનેજમેન્ટ ઓફીસમાં પ્રવેશ કરી ગુરૂકુળના વિદ્યાર્થીઓની સ્કુલ ફી પેટેના રોકડ રૂ.૮૫,૦૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા જેથી આ બનાવ અંગે ઇશ્વરભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.