મોરબીના ધારાસભ્ય પ્રજાને મનોરંજન પુરું પાડતાં હોવાનો કોંગેસનો દાવો!
સામાજીક અને રાજકીય દબાણ ઊભું થતાં એક દિવસમાં ત્રણ વિડીયો વાયરલ કર્યા: જનતાએ ધારાસભ્યને “વિડીયો વીર ક્રાંતિભાઈ” બિરુદથી નવાજયા!
પાટીદારો મોરબીમાં સલામત નથી તે મુદે પાટીદારો દ્વારા સ્વરક્ષણ માટે હથિયાર પરવાનાની માંગણી કરી હતી.જો કે સબ સલામતનો દાવો કરી ધારાસભ્ય ક્યાંક ને ક્યાંક પાટીદારો ખોટા છે તેવું સાબીત કરવાની કોશિશ કરી હતી.તેમના જવાબમાં કોંગ્રેસ નેતાએ કાંતિભાઈ વિડિઓ વાયરલ કરી લોકોમા હાંસીપાત્ર બની ગયા છે.એક દિવસમાં ત્રણ વિડીયો વાયરલ કરીને કાંતિભાઈ અમૃતિયા આજથી લોકોએ “વિડીયો વીર કાંતિભાઈ’નું બિરુદ આપવામાં આવ્યું હતું !લોકોને મનોરજના પુરું પડતા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો.
વ્યાજખોરનો ત્રાસ અને વધતી જતી ગુનાખોરી મુદે મોરબી પાટીદાર યુવાનોએ કલેક્ટર પાસે હથિયાર પરવાનો માંગ્યો હતો જે મુદે વિડિઓ વીર આપણા ધારાસભ્યશ્રી એ એવું નિવેદન વાયરલ કર્યું હતું કે મોરબીમાં કોઈ ગેંગ નથી અને બધું સલામત છે. નેતાજીના આ વાયરલ વીડિયો મુદે કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જણાવ્યું હતું કે કાંતિભાઈ તમે જે પાટીદાર સમાજના મતે આટલી જંગી લીડથી જીત્યા છો તે જ પાટીદાર સમાજની અવગણના કરવાનો એક પણ મોકો તમે ચુકતા નથી.તમે તેને સલામતી તો આપી શકતા નથી પણ જાહેરમાં ખોટા પડકારા મારતા વીડિયો વાયરલ કરો છો! તમારી આ વિડિઓ વાયરલ કરવાની વારંવારની ટેવ ક્યાંક ને ક્યાંક હાંસીપાત્ર બની રહી છે.
વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે મોરબીમાં વધતી જતી અસલામતી અને ગુનાખોરી નાથવા કોઈ નક્કર પગલાં લો. વિડિઓ વાયરલ કરી માત્ર સરકારની ખોટી વાહ વાહ કરવાનો કોઈ મતલબ નથી. પ્રજા હિતના કામ જ મહત્વના છે.
આ ઉપરાંત તેમણે એવુ કહ્યું હતું કે પાટીદારોની માંગણીની મજાક કરવા કરતા તેમની માંગણી સરકાર સુધી પહોંચાડો અને જો તેઓ ખરેખર પ્રજાહિત જ ઇચ્છતા હોઈ અને કોઈ ગેંગ મોરબીમાં નથી જ એવું સાબિત કરવા માંગતા હોઈ તો પ્રથમ જ લોકો વ્યાજખોરી કરતા પોલીસ ચોપડે ચડયા છે.તેમાંથી કેટલા ક્યાં પક્ષના છે તે નામ સાથે જાહેર કરવાની હિમ્મત કરો તેવી માંગ જનતામાં ઉઠવા પામી છે.