મોરબીના ધરમપુર ગામે મહિલા સહિત ત્રણ વ્યકિત પર છ શખ્સોનો હુમલો
મોરબીના ધરમપુર ગામે મહિલાના પતિ જયદીપભાઈએ મોટરસાયકલમા લેઝર લાઇટ રાખેલ હોય જે બાબતે મહિલાના પતિ કહેતા હોય ત્યારે આરોપી સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ મહિલાને ગાળો આપી મહિલાના બન્ને દિકરાને ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા હંસાબેન નરભેરામભાઈ જંજવાડીયા (ઉ.વ.૪૫) એ આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામા રહે. લાભનગર પાસે મોરબી તથા રણજીત ઉર્ફે ચકન રહે. મોરબી તથા અજાણ્યા ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના પતિએ જયદીપ મુકેશભાઈ ઉપસરીયાએ મોટર સાઈકલમાં લેઝર લાઈટ રાખેલ હોય જે બાબતે ફરિયાદિના પતિ કહેતા હોય ત્યારે આરોપી સાથે બોલાચાલી ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ સ્વીફટ કાર તથા બાઈક લઈને આવેલ અને ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરિયાદિના દિકરા નૈમીશ તથા હીતેશને ઢીકાપાટુ વડે તેમજ લાકડાના ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.