મોરબીના ધરમપુર ગામના પાટીયા પાસે રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત
મોરબી તાલુકાના ધરમપુર ગામના પાટીયા નજીક આવેલ સાહીલ હોટલ બાયપાસ રોડ ઉપર ટ્રક ડમ્પરે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા લાલજીભાઇ છગનભાઇ ગાંભવા (ઉ.વ.૫૯) એ આરોપી ટ્રક ડમ્પર નંબર -જીજે-૧૨-બીઝે-૮૯૦૩ વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના ધરમપુર ગામના પાટીયા નજીક આવેલ સાહીલ હોટલ સામે બાયપાસ રોડ ઉપર આરોપીએ પોતાના હવાલાવાળો ટ્રક ડમ્પર નંબર- GJ-12- BZ-8903 વાળો રોડમા આગળ પાછળ જોયા વગર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આવી રોડની વચ્ચેના ભાગે લઇ સંદીપભાઇ લાલજીભાઇ ગાંભવા ઉ.વ. ૩૩ વાળાને તેના હોન્ડા કંપનીનુ શાઇન મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-36-AH-4059 વાળા સહીત ડ્રાઇવર સાઇડેથી હડફેટે લઇ રોડમા પાડી દઇ ડ્રાઇવર સાઇડનો પાછળનો ટાયરનો જોટો તેના શરીર ઉપર ફરી જતા શરીરે ગંભીર ઇજા પહોંચતા સંદિપભાઈ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે લાલજીભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.