મોરબીના દલવાડી સર્કલ પાસે થયેલ એક્સીડન્ટ અને બબાલમાં સામસામે ફરીયાદ નોંધાઈ
મોરબીના કંડલા બાયપાસ હાઈવે રોડ ઉપર દલવાડી સર્કલ પાસે કારે બુલેટને ઠોકર મારતા બંને પક્ષો વચ્ચે મારમારી થતા આ બનાવ અંગે બંને પક્ષો દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના કંડલા હાઈવે રોડ ઉપર મચ્છોનગર દલવાડી સર્કલ પાસે રહેતા વિજયભાઈ થોભણભાઈ પરસાડીયા (ઉ.વ.૨૮) એ આરોપી ફોર્ચ્યુનર કાર GJ-03- FK-0256 ના ચાલક તથા ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદ એમ બન્ને જણા નાસ્તો લઈને ઘેર જતા તે વખતે દલવાડી સર્ક્લ થી સામેના ભાગે જતી વખતે રોડ ક્રોસ કરતી વખતે ફરીયાદીએ પોતાનુ બુલેટ ઉભુ રાખેલ તે વખતે પાછળથી આરોપી ફોર્ચ્યુનર કાર GJ-03- FK-0256 ના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના બુલેટ મોટરસાયકલને પાછળથી ઠોકર મારતા તે બાબતે બોલાચાલી થતા આરોપી ફોર્ચ્યુનર કારનો ચાલક તથા પાછળ બેસેલ અજાણ્યા ત્રણઇસમો એ ઝાપાઝપી કરી ધોકા વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે મુળ ટંકારા તાલુકાના જબલપુર ગામના વતની અને હાલ મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલ શ્યામ પેલેસ રૂમ નં-૫૦૨ માં રહેતા પાર્થભાઈ કૌશીકભાઈ ફેફર (ઉ.વ.૨૧) એ આરોપી બુલેટ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એ-૮૭૩૬ નો ચાલક તથા ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાહેદો ફરીયાદીના મામા ખોડુભાઇની ફોરચ્યુનર કાર જેના રજીસ્ટર નં GJ-03-KF- 0256 વાળી કાર લઇને વાવડી ગામ ખાતે ક્રિકેટ રમવા જતા હોય તે વખતે દલવાડી સર્કલ પાસે રોડ ક્રોસ કરતી વખતે ફરીયાદીની કાર થી આગળ જતા આરોપીના બુલેટ મોટરસાયકલ નં GJ-03 -A- 8736 સાથે ભુલથી ઠોકર લાગી જતા આરોપી બુલેટ મોટરસાયકલના ચાલક તથા પાછળ બેઠેલ ઇસમ સાથે બોલાચાલી તથા જગડો કરતા હોય તે દરમ્યાન અન્ય અજાણ્યા બે ઇસમો મોટરસાયકલ લઇને આવી ધોકા વડે અને ફરીયાદીની કારમા ધોકા મારી નુકશા કર્યું હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
બંને પક્ષો દ્વારા મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.