મોરબીના ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ની કાંઠે આવેલી તપાસ હવે રાજ્ય પોલીસ વડા નીચે સી.આઈ.ડી ના સ્પેશિયલ સેલને સોંપાઈ
મોરબીમા ચક્ચારી વજેપર સર્વે નં ૬૦૨ કોભાંડ કોઈ ગરીબ નું ભ્રષ્ટ અધિકારી દ્વારા જમીન પચાવી પાડવાનું કોભાંડ નથી પણ સમાજને પૂછતો એક પ્રશ્ન છે કે અમે આમ જ તમારી સાથે જુલમ કરશું તમે શું કરશો આજે વજેપરના નકુમ પરિવાર હતો કાલે તમે હશો.
વજેપર જમીન કોભાંડની તપાસમા અનેક તર્ક વિતર્ક વણાંકો અને વિઘ્નો આવ્યા, જમીન કોભાંડ ની તપાસ dy SP ઝાલા દ્વારા શરૂવાત કરી હતી, બાહોશ અને નીડર અધિકારી ને કૌભાંડનો તાગ આવી ગયો , જ્યારે એક નિષ્ઠાવાન પોલીસ અધિકારી કે જેના યુનિફોર્મ માં “સત્ય મેવ જયતે” લખેલ હોય જે ગરીબને ન્યાય અપાવવા કામ કરે કોઈ પણ ની સેહ શરમ વિના ધડાધડ નિવેદનો અને આરોપીઓના ૧૬૪ મુજબ ના નિવેદનો લેવાતા તપાસ મા ગાળિયો મજબૂત થતા જ અચાનક તપાસ લઈ લેવામાં આવી.
પહેલી વાર પોલીસ પકડવા કે જેલ માં પુરાવા નહીં પણ સજા અપાવવા અને મોરબી માં દાખલો બેસાડવા કામ કરી રહી હતી, મીડિયા અને લોકો પણ આ તપાસના સમાચારો લઈ રહ્યા હતા.
તપાસનો ઈશારો અમુક લોકો તરફ જતા કોઈ જ કારણ વગર તપાસ dy sp ઝાલા પાસે થી લઈ જિલ્લા માં નવા આવેલા dysp દલવાડીને આપી દેવામાં આવી, કારણ કે આ તપાસ મા dysp ઝાલા કોઈને તાબે થઈ એવું નહોતું જેથી નવા dysp ને દબાવી તપાસનું બાળ મરણ કરી નાખવાનો ઇરાદો ઉચ્ચ અધિકારી અને સામેલ આરોપીઓ ધરાવતા હતા.,
નવા આવેલ dysp દલવાડીને તપાસ દફતરે કરી દેવા પ્રેશર કરવામાં આવ્યું પણ ફરિયાદ ના તત્વો અને dysp ઝાલાની અગાઉ તપાસ જોઈ રિપોર્ટ દફતરે ન કર્યું અને ફરિયાદીને બોલાવી રાત્રે ફકત શાંતાબેન ઉપર ફરિયાદ દાખલ કરવા દબાણ કર્યું
પરતુ ખેડૂતોએ એસ.પી. ની ભૂમિકા જ શંકાસ્પદ હોવાની રજૂઆત મોરબીના બે ધારાસભ્યો કાંતિ અમૃતિયા અને જીતુભાઈ સોમાણીને કરતા બંનેધારાસભ્યો પીડિત પરિવાર ની સાથે રહ્યા અને જાહેર સંકલનમાં
ભ્રષ્ટ અધિકારીનું વસ્ત્રહરણ કરી રાજયના ગૃહ મંત્રી પાસે પગ પછાડતા તપાસ પાછી dysp ઝાલાને સોંપાઈ.
જેમ તપાસ આગળ વધી એમ અમુક વચેટીયા લોકોને પરસેવો છૂટી ગયો અને આ કાંડમાં ભીનું સંકેલવા હવાતિયાં માર્યા પછી એક ધારાસભ્યને મેદાને ઉતર્યા પણ તેઓ સાચાને ન્યાય આપવાની જગ્યાએ પતાવટ કરવા હલિયાપટ્ટી કરવા લાગ્યા,
મોરબીમા હાલ રેવન્યુ અને પોલીસ તંત્ર એટલી હદે નીચે ઉતરી ગયું છે કે ગુજરાત સમય જતા બિહારની સાઇડ કાપશે એવી શહેરમાં ચર્ચા ચાલી રહી છે
જો વજેપરમાં માસ્ટર માઇન્ડ ને બચાવવા ભીનું સંકેલી લેવા માં આવે તો સમાજ માટે એ સમજવા જેવું છે કે આ સરકાર માં કદી ગરીબ કે સાધારણ અને સાચા ને ન્યાય મળવાનો નથી.
“જન્મ્યો હતો જગતનો નાથ જે ઉદરમાં એ જનની પણ કેદ હતી એજ વિચાર અકળાવી મૂકે બાકી રૈયતના શું હાલ હશે” જે પરિસ્થત કંસના રાજમા મથુરાની હતી એજ મોરબીની છે