મોરબીના ભીમસર વિસ્તારમાં યુવકની હત્યાનો ખાર રાખી ત્રણ શખ્સનો વૃદ્ધ પર ધોકા પાઈપ વડે હુમલો
મોરબી: મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભિમસર વિસ્તારમાં ગત તા.૩ ના રોજ નજીવી બાબતે યુવકની હત્યા નિપજાવી હતી જે બાબતનો ખાર રાખી ત્રણ શખ્સોએ આધેડને ઘરે જઈ આધેડ તેમજ સાહેદોને ધોકા અને છુટા પથ્થરો વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ભીમસર હનુમાનજી મંદિરની બાજુમાં રહેતા કેશાભાઈ ટપૂભાઈ વાઘેલા (ઉ.વ.૬૨) એ આરોપી ભલાભાઈ નાથાભાઈ ઝાલા, ભલાભાઈનો દિકરો ચનો, સુમલો રહે. ત્રણે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ફરી.શ્રીના દિકરા તથા પૌત્રોએ આરોપીના ભત્રીજા સાથે મારામારી કરી છરી મારેલ હોય જેનો ખાર રાખી આ કામના આરોપીઓએ ધોકા લઇ ફરીયાદીના ઘર અંદર આવી છુટા પથ્થરના ઘા કરી ફરીયાદી તથા સાહેદોને ધોકાથી તથા ઢીકાપાટુનો માર મારી ફરીયાદીને માથામા ધોકો મારી ગંભીર ઇજાઓ કરી તેમજ સાહેદ લલીતભાઇને હાથમા તથા પગમા તથા સાહેદ મંજુબેનને મુંઢ ઇજાઓ કરી ગાળોબોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીના રહેણાક મકાનમા તોડફોડ નુકશાની કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર કેશાભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.