Thursday, January 16, 2025

મોરબીના ભિમસર વિસ્તારમાં યુવકની હત્યાના કેસમાં બેની અટકાયત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભિમસર વિસ્તારમાં ગત તારીખ ૩ના રોજ નજીવી બાબતે યુવકની હત્યા નિપજાવી હતી જે બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ચાર શખ્સો પૈકી બે શખ્સોની અટકાયત કરી છે.

મળતી માહિતી મુજબ મોરબી લીલાપર રોડ સબ જેલની સામે વાલ્મીકી વાસમાં રહેતા જયસુખભાઇ નાથાભાઈ ઝાલા (ઉ.વ.૫૫) એ આરોપી કલેજભાઇ લલીતભાઇ વાઘેલા ઉ.વ.૨૩ રહે. મોરબી વેજીટેબલ રોડ ભીમસરા હનુમાનજીના મંદિર પાસે તા.જી.મોરબી, રાજ લલીતભાઇ રહે મોરબી-૨, ભીમસર વિસ્તાર તા.જી.મોરબી, લલીતભાઇ કેશાભાઇ રહે મોરબી-૨,ભીમસર વિસ્તાર તા.જી.મોરબી, રાજેશભાઇ કેશાભાઇ વાઘેલા ઉ.વ.૪૪ રહે. મોરબી વેજીટેબલ રોડ ભીમસરા હનુમાનજીના મંદિર પાસે તા.જી.મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે ગત તા ૦૩-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદીનો દિકરો મરણ જનાર રવિન્દ્રભાઇ આરોપીઓ અંદર અંદર ઝગડો કરતા હોય જેને સમજાવવા જતા છોડાવવા વચ્ચે પડતા આરોપી કલેજભાઈએ મરણ જનારને ગાળો આપી ઝપાઝપી કરતા હોય ત્યારે આરોપી રાજ, લલીતભાઈ, રાજેશભાઈ નાઓએ વચ્ચે પડી મરણ જનારને ઢીકાપાટુનો માર મારી તેમજ પકડી રાખી તેમજ આરોપી કલેજભાઈએ મરણ જનારને પેટના ભાગે પડખામા છરીના બે ઘા મારી ગંભીર પ્રકારની ઇજાઓ કરી મોત નીપજાવ્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પિતા જયસુખભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી કલેજભાઇ લલીતભાઇ વાઘેલા ઉ.વ.૨૩ રહે. મોરબી વેજીટેબલ રોડ ભીમસરા હનુમાનજીના મંદિર પાસે તા.જી.મોરબી તથા રાજેશભાઇ કેશાભાઇ વાઘેલા ઉ.વ.૪૪ રહે. મોરબી વેજીટેબલ રોડ ભીમસરા હનુમાનજીના મંદિર પાસે તા.જી.મોરબીવાળાની અટક કરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨, ૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર