મોરબીના ભરતનગર થયેલ ખુનના ગુનામાં સંડોવાયેલા બે ઈસમોની અટકાયત કરાઈ
મોરબી તાલુકાના ભરતનગર ગામે બનેલ અનડીટેકટ ખુનનો ગુન્હો ડીટેકટ કરી બે આરોપીઓની મોરબી તાલુકા પોલીસે અટકાયત કરી
મળતી માહિતી મુજબ અજાણ્યો યુવાન સોમનાથ મહાદેવ હોટલ સામે આવેલ પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક નીચે છુપાયેલ હોય ત્યાંથી આરોપી ગુંજારીયા વેલજીયા સસ્તીયાએ યુવકને ચોર સમજી પાર્કિંગમાંથી બહાર કાઢતા પર પ્રાંતિય યુવક ભરતનગર ગામ તરફ આવતા ગ્રામજનો ભેગા થયેલ અને અજાણ્યા યુવકની પુછપરછ કરતા કાંઇ બોલતો ન હોય જેથી શંકા જતા યુવકને જતા રહેવા કહેતા મરણજનાર રોયલ વે-બ્રિજની આજુબાજુમાં ભરતનગર ગામની શેરીમાં અલગ અલગ જગ્યાએ આંટાફેરા કરતા દરમ્યાન ભરતનગર ગામની શેરીમાંથી અજાણ્યા યુવકને હાઇવે રોડ ઉપર રોયલ વેબ્રિજ સામે લાવી પોલીસને ટેલીફોનથી જાણ કરતા જેની યુવકને જાણ થતા અજાણ્યો યુવક ભાગવા જતા રોયલ વે.બ્રિજની પાસે ભરતનગર ગામની શેરીમાં જવાના રસ્તે આર.સી.સી. રોડ ઉપર પડી જતા અજાણ્યા યુવકને આરોપીઓ પકડતા યુવક છટકવા માટે કોશિષ કરતા ઝપાઝપી થયેલ.
તેમજ અજાણ્યા યુવકને પકડી હાઇવે રોડ ઉપર રોયલ વે- બ્રિજની પાસે નવી બનેલ દુકાનોના ગ્રાઉન્ડમાં લાવી બેસાડેલ દરમ્યાન પોલીસની પી.સી.આર. વાહન આવતા તેને માથામાં ઇજા થયેલાનું જણાતા ફરજ પરના પોલીસ કર્મચારીઓએ યુવકને સારવાર મળી રહે તેમજ કોઇ અણબનાવ ન બને તે હેતુથી પીસી.આર. વાહનમાં બેસાડી મોરબી સરકારી હોસ્પિટલ જતા દરમ્યાન રસ્તામાં જ યુવકને આંચકી આવતા ઇમરજન્સી ૧૦૮ મારફતે સિવીલ હોસ્પિટલ મોરબી ખાતે સારવારમાં મોકલતા ત્યાં યુવકની પ્રાથમિક સારવાર કરી માથામાં ગંભીર ઇજા હોવાના કારણે વધુ સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે ખસેડતા સિવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમાં લઇ જતા ફરજ પરના તબીબે યુવક મૃત જાહેર જાહેર કરેલ.
બાદમાં બનાવવાળી જગ્યાની આજુબાજુમાં આવેલ સી.સી.ટી.વી. ફુટેજ તથા સાહેદોના નિવેદનો આધારે ગુન્હામાં ભુમિકા જણાતા આરોપી ગુંજારીયા વેલજીયા જુગડાભાઈ સસ્તીયા ઉ.વ.-૩૦ રહે. હાલ-ભરતનગર, તા.જી.મોરબી, મુળ રહે. બીલજરી, તા.સોંધવા, જી.અલીરાજપુર મધ્યપ્રદેશ તથા આનંદભાઇ વિઠલભાઈ ભુવા ઉ.વ.-૨૫ રહે. ભરતનગર, તા.જી.મોરબીવાળાની અટક કરવામાં આવેલ છે. હાલ સુધીની તપાસ દરમ્યાન મરણજનાર અજાણ્યા યુવકની લાશની ઓળખ થયેલ ન હોય લાશની ઓળખ થવા સારૂ બનાવવાળી જગ્યાની આજુબાજુમાં રહેતા તથા કામધંધો કરતા ઇસમોની પુછપરછ કરવામાં આવેલ તેમજ સોશ્યલ મિડીયાના માધ્યમથી બહોળી પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. તેમજ મરણજનાર પરપ્રાંતિય જણાતા અલગ-અલગ રાજયમાં પણ તેની સોશ્યલ મિડીયાથી પ્રસિધ્ધી કરવામાં આવેલ છે. તેમજ મરણજનારની ઓળખ માટેના પ્રયત્નો ચાલુ છે.