મોરબીના ભારતનગર પાસેથી ઈંગ્લીશ દારૂની 15 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીમાં સર્કિટ હાઉસ સામે ભારતનગર નજીક વોંકળામાંથી ઈંગ્લીશ દારૂની પંદર બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને બાતમી મળેલ હોય જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીમાં સર્કિટ હાઉસ સામે ભારતનગર નજીક વોંકળામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૫ કિં રૂ.૪૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ફારૂકભાઈ દિલાવરભાઈ જેડા (ઉ.વ.૩૨) રહે. ભારતનગર સર્કીટ હાઉસ સામે મોરબીવાળાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.