મોરબીના ભરતનગર ગામ નજીક હાઈવે રોડ ઉપર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામ આગળ આવેલ સાગર સિમેન્ટ કારખાના સામે હાઈવે રોડ ઉપર ટ્રકે કારને હડફેટે લેતા કારમાં બેસલ વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી જેથી આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મધુરમ સોસાયટી મામાદેવ મંદિર સામે સોમનાથ ટાઉનશિપ એ/૪૩ ખોડલકૃપા તા.જી. જુનાગઢમાં રહેતા નારણભાઈ રાજાભાઈ ભેડા (ઉ.વ.૫૮) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -GJ-10-Y-3089 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૬-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદી પોતાની સ્વીફ્ટ કાર નં- GJ-14-AA-4449 લઈને પોતાના પત્ની સોનલબેન તેમજ પુત્ર સમરથભાઈ તેમજ સંબંધી મીરાબેન લાખાભાઈ તેમજ વિરમભાઈ નંદાણીયા સાથે કબરાવધામ જતા હતા ત્યારે મોરબી તાલુકાના ભરતનગર ગામ આગળ આવેલ સાગર સિમેન્ટ કારખાના સામે હાઈવે રોડ ઉપર આરોપી અશોક લેલેન્ડ ટ્રક વાહન નં GJ-10-TY-3089 નાં ચાલકે પોતાના હવાલાવાળું વાહન પુરઝડપે અને બેફીકરાઈથી માનવ જિંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ફરીયાદીની કારને પાછળ થી ઠોકર મારતા ફરિયાદીની કાર આગળ ઉભેલ ટ્રક સાથે અથડાઈ જતા ફરીયાદીને ડાબા પગમાં તેમજ ફરિયાદીના પત્નીને મોઢાના ભાગે ઈજા થતા તેમજ અન્ય કારમા બેસલ વ્યક્તિઓને સામાન્ય ઈજા કરી હતી તેમજ ગાડીમાં નુકસાન કર્યું હતું જેથી ભોગ બનનાર નારણભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૨૭૯,૩૩૭ એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.