મોરબીના ભડીયાદ ગામે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરા પાસે પતરાના શેડ નીચે જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરા પાસે પતરાના શેડ નીચે જુગાર રમતા બે ઈસમો અહેમદ હુસેનભાઈ ભટ્ટી (ઉ.વ.૩૮) તથા દિનેશભાઇ ઉર્ફે ટીનો કરમશીભાઈ વાઘેલા (ઉ.વ.૫૨) રહે. બંને વીશીપરા મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૮૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.