મોરબીના ભક્તિનગર સર્કલ નજીક છરી બતાવી કોપર વાયર ભરેલ ટ્રકની લુંટ ચલાવનાર સાત શખ્સો વિરૂદ્ધ ફરીયાદ
મોરબીના કંડલા બાયપાસ હાઈવે ભક્તિનગર સર્કલ પાપાજી ફનવલ્ડ સામે રોડ ઉપર સાત શખ્સો કાવતરું રચી આધેડની ટ્રકમાં મોરબી થી જામનગર કોપર વાયર ભરી જામનગર લઈ જતા હોય ત્યારે આરોપીના કહેવાથી અન્ય શખ્સો સ્વીફ્ટ કાર લઈને આવી આધેડનું અપહરણ કરી છરી દેખાડી ટ્રક તથા તેમા ભરેલ કોપર વાયરની લુંટ કરી જતા રહ્યા હોવાની સાત શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના મુંગણી ગામે રહેતા લાલજીભાઇ ધનજીભાઈ વાડોલીયા (ઉ.વ.૪૩) એ આરોપીગૌરાંગભાઇ પટેલ, ઇરફાનભાઇ, અમીતભાઇ વાજા, વસંતભાઇ વાઘેલા, અમીતભાઇ સારલા તથા અજાણ્યા બે ઇસમો રહે.બધા મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ સાથે મળી પોતાનુ ઇરાદો પારપાડવા માટે પુર્વઆયોજીત કાવત્રુ રચુ ફરીયાદીની ટ્રક નં. GJ-10-X-9864 વાળીમા મોરબી થી જામનગર કોપર વાયર ફીંડલા ૨૪ ટન આશરે નો માલ ભરી જામનગર લઇ જવા રવાના થયેલ તે સમયે આરોપી ગૌરાંગભાઈના કહેવા થી આકામના આરોપી અમીતભાઇ તથા અજાણ્યા બે માણસોએ સ્વીફટ કારમા આવી ફરીયાદીને બળજબરી થી કારમા બેસાડી અપહરણ કરી છરી દેખાડી લઇ જઇ ફરીયાદિના ટ્રક નં.GJ-10 -X-9864 કિ.રૂ.૭,૦૦,૦૦૦/- વાળાની તથા તેમા ભરેલ કોપર વાયર સહીત આરોપીઓએ લુંટ કરી લઇ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.