મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે આવેલ કે.ડા. કારખાના નજીક કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજસ્થાનનો વતની સુરેશ સિંહ ધીરસિંહ રાવત (ઉ.વ.૨૭) નામના યુવકે મોરબી માળિયા હાઈવે રોડ ઉપર આવેલ ભરતનગર પાસે આવેલ કે.ડા. કારખાના નજીક કોઇ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
