મોરબીના બેલા ગામેથી આયુર્વેદિક નશીલા શીરપનો જથ્થો ઝડપાયો
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાંથી ગેરકાયદેસર નશીલા આર્યુવેદિક શીરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર નશીલી આર્યુવેદીક શીરપની ફૂલ બોટલ નંગ-૧૭૧૦ કિં.રૂ.૨,૫૫,૧૫૦/- નો મુદ્દામાલ મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે મુદ્દામાલ કબજે કરી આરોપી કમલભાઇ રજીતભાઇ દેબનાથ ઉ.વ.૩૦ હાલ રહે. બેલા ગામની સીમમાં, ખોડીયાર ચેમ્બર દુકાન નં.૨.૪ તા.જી.મોરબી રહે. ગયેરગારી, કોતવાલી તા-ડાઉગોરી, જી-કોચબિહાર, પશ્ચિમ બંગાળ વાળા વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.