મોરબીના બેલા ગામ નજીક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયાં
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની નજીક પંચશીલ કોમ્પલેક્ષ સામે પીપળી જેતપર હાઈવે રોડ ઉપર સ્વીફ્ટ કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા બે ઈસમો મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં દારૂ ભરેલ અનેક કારો ઝડપાઈ છે ત્યારે મોરબી તાલુકાના બેલા ગામની નજીક પંચશીલ કોમ્પલેક્ષ સામે પીપળી જેતપર હાઈવે રોડ ઉપર આરોપીની કબ્જા ભોગવટા વાળી સ્વીફ્ટ કાર રજીસ્ટર નંબર – જીજે -૦૩-એમઈ-૩૮૧૩ કિં રૂ. ૩,૦૦,૦૦૦ વાળીમા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૬૦ કિં રૂ.૨૦,૪૦૦ ના મુદ્દામાલ રાખી હેરાફેરી કરતા બે આરોપી રાજેશભાઇ મમુભાઇ અખીયાણી ઉ.વ.૩૦ રહે. લાલપર સીરામીક સીટી અવધ સીટી ફ્લેટ નં-૨૦૧ મોરબી-૦૨ મુળગામ- હમીરપર ગામ તા-રાપર જિ-કચ્છ તથા રાજેશભાઇ દલસુખભાઇ અઘારા ઉવ-૨૯ રહે- ધર્મ મંગલ સોસયટી ધર્મેન્દ્રભાઇ પટેલના મકાનમાં ભાડેથી, સી.એન.જી. પંપની બાજુમાં મહેન્દ્રનગર ગામ તા-જિ-મોરબી મુળ ગામ-આંસલપુર ગામ તા-વિછીંયા જિ-રાજકોટવાળાને કુલ કિં રૂ. ૩,૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.