મોરબીના બેલા ગામે રોડ ઉપર ટ્રકે બે બાઈકને હડફેટે લેતા બે ઈજાગ્રસ્ત એકનું મોત
મોરબી: મોરબીના બેલા ગામની સીમમાં આવેલ એન – સ્ક્વેર ટાઈલ્સના શો-રૂમ સામે રોડ ઉપર ટ્રકે બે બાઈકને હડફેટે લીધી જેમાં એક બાઈક સવાર ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે બીજા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પાછળ ફેઠલ વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના બેલાગામે રહેતા વસીમભાઈ ઓસમાણભાઇ નરેજા (ઉ.વ.૨૭) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-GJ-12-Z-3792 નો ચાલક દિપુ કુમાર વિંદેશ્વરી રાય (ઉ.વ.૨૧) રહે. બિહાર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૫-૨૦૨૩ ના રોજ બપોરના પોણા બે વાગ્યાના અરસામાં ટ્રક વાહન રજીસ્ટર નંબર- GJ-12-Z-3792 ના ચાલકે પોતાના હવાલા વાળૂ ટ્રક વાહન રોંગ સાઇડમા પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી ચલાવી આ કામના ફરીયાદીને તેના મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-A-4086 સહીત અક્સ્માત કરી હડફેટમા લઈ ફરીયાદીને જમણા હાથમા ફેક્ચર તેમજ માથાના ભાગે કપાળમા જમણી બાજુએ અને ડાબા હાથ અને જમણા પગમા ઇજાઓ પહોચાડી તેમજ અન્ય મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-03-LQ-2949 ના ચાલક અશોક કુમાર ધાનેશ્રર ભાઇ ગુપ્તા રહે.ઘુંટુ મુળ ઝારખંડ વાળાને વાહન અકસ્માત કરી હડફેટે લઈ ફંગોળી દઈ હાથે-પગે અને માથા તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી તેમજ મોટરસાયકલ પાછળ બેઠેલ વ્યક્તિ અજય પરચંદભાઇ જાટ રહે. અમ્બુજા સીરામીક પાવડીયાળિને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર વસીમભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪(અ), ૨૭૯, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ -૧૧૯, ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.