મોરબીના બેલા ગામે ગળેફાંસો ખાઈ યુવતીનો આપઘાત
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હિરલબેન ઘેલાભાઇ ભરવાડ ઉ.વ.૧૮ રહે. બેલા (આમરણ) ગામ તા.જી. મોરબી વાળી બેલા (આમરણ) ગામે પોતાના ઘરે કોઈપણ કારણોસર ગળેફાંસો ખાઇ જતા હિરલબેન નામની યુવતીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.