મોરબીના બેલા ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ૬૬કેવી જીઇબી સપ્ટેશન બહારથી યુવકનું મોટરસાયકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના ન્યૂ છાત્રાલય રોડ પાસે અવધ -૨ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નારણભાઈ રામોલિયા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ૬૬ કેવી જીઇબી સપ્ટેશન બહારથી ફરીયાદીનુ હીરો કંપનીનુ HF DELUX મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૧૦-સીજે-૦૨૧૧ જેની કિં. રૂ. ૨૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.