મોરબીના બેલા ગામેથી કારમાંથી ઈંગ્લીશ દારૂ – બીયરના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે, લેપવીંગ સિરામીક સામેથી હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ – બીયર રૂ.૯૫૮૨૦ નો મુદામાલ સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તેથી એક સફેદ કલરની ક્રેટા કાર રજીસ્ટર નં- GJ-07-DA-0050 વાળીમાં ઇગ્લીશ દારૂ ભરી ખોખરા હનુમાન તરફથી માળીયા-મોરબી હાઇવે તરફ જનાર છે વિગેરે મતલબેની મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના બેલા ગામની સીમ, ખોખરા હનુમાન જવાના કાચા રસ્તે, લેપવીંગ સિરામીક સામે સર્વેલન્સ સ્ટાફ અલગ-અલગ વોચ તપાસમાં ગોઠવાયેલ દરમ્યાન બાતમીવાળી હ્યુન્ડાઇ કંપનીની સફેદ કલરની ક્રેટા કાર જેના રજીસ્ટર નં.-GJ-07-DA-0050 વાળી નીકળતા તેને આડસ ઉભી કરી ગાડી રોકાવી ચેક કરતા ગાડીમાં બે ઇસમો બેસેલ હોય અને કારની પાછળની સીટમાં તથા ડેકીમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની નાની-મોટી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૨૫૮ કિં.રૂ.૭૭,૫૨૦/- તથા કાચ તથા ટીનના બીયર નંગ-૧૭૪ કિં.રૂ.૧૮,૩૦૦/- મળી ઇગ્લીશ દારૂની બોટલ તથા બીયર નંગ-૪૩૨ ફૂલ કિ.રૂ.૯૫,૮૨૦/- મળી કૂલ રૂ.૩,૯૫,૮૨૦/- ના મુદ્દામાલ સાથે આમીર રફીકભાઇ મોગલ જાતે પઠાણ ઉ.વ.૩૦, અનીશ રફીકભાઇ મોગલ ઉ.વ.૨૧, રહે. બંને બજરંગ વાડી, જુણેજા હોલની પાછળ, રાજકોટવાળાને ઝડપી પાડી આરોપી માલ આપનાર વિપુલભાઇ સોમાભાઇ કોળી રહે. પીપળી, તા.જી.મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
