મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં સંભુ હોમડેકોર ની સામે બાવળની ઝાડીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ મજુરી કરતા અને મોરબીના ખોખરા હનુમાન રોડ બેલા ગામની સીમમાં ઇન્વેન્ટા કારખાનાની મજુર ઓરડીમાં રહેતા શ્રીકાંતરામ ગંગારામ પ્રસાદ ૦૨/૦૫/૨૦૨૪ નાં રોજ ક.૨૧/૪૦ રાત્રીના ઉપરોક્ત સ્થળે બીમારી સબબ બાવળ ની જાળી માં મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

