મોરબીના બેલા રોડ પર કારખાનામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર હેવાન મહારાષ્ટ્રથી ઝડપાયો
મોરબીના બેલા રોડ પર આવેલ ગેમસ્ટોન ટાઈલ્સ કારખાનાના લેબર કવાર્ટસમાં એક રૂમમાં સગીરા પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર શખ્સને મોરબી તાલુકા પોલીસે મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપુર ખાતેથી ઝડપી પાડયો છે.
ફરીયાદીની સગીરવયની દિકરીની આઠેક મહિના પહેલા મોરબીના બેલા રોડ ઉપર આવેલ ગેમસ્ટોન ટાઈલ્સ કારખાનાના લેબર કવાર્ટસમાં આવેલ રૂમમાં એક અજાણ્યા છોકરાએ બળજબરી પુર્વક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા અંગેનો ગુન્હો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ હતો.
આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા અજાણ્યા આરોપીની માહિતી મેળવી આરોપીને મહારાષ્ટ્ર રાજયના કોલ્હાપુર ખાતેથી શોધી કાઢી આરોપીની ઓળખ પરેડ કરાવતા ભોગબનનારએ ઓળખી બતાવતા આરોપી નિરજસિહ બલવાનસિહ ગોડ (ઉ.વ.૨૦) રહે. સીજહરા બહંગામા મોહલ્લા ડોકરીયા તા.બીજરાવગઢ જી કટની મધ્યપ્રદેશવાળાની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી અનડિટેકટ ગુન્હો શોધી કાઢેલ છે.