મોરબીના બેલા (રંગ) ગામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાંથી વિદેશી દારૂની એક બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં સેન.જી.પંપ સામે રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૫૬૮ ના મુદ્દામાલ સાથે આરોપી અલ્પેશભાઈ પુજેસિંગ બારીયા (ઉ.વ.૩૫) રહે. સાવિનો સિરામિકના લેબર ક્વાર્ટરમાં બેલા (રંગપર) તા. મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.