મોરબીના બેલા (રંગપર) ગામની સીમમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા
મોરબીના બેલા (રંગપર) ગામની સીમમાં એ.સી.સી. સીરામીક સામે બાવળની કાંટમા જાહેર જુગાર રમતા ચાર ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામની સીમમાં એ.સી.સી. સીરામીક સામે બાવળની કાંટમા જાહેર તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો મુન્નાભાઇ ઉર્ફે લાલો અનવરભાઇ રાજા ઉવ-૨૯ રહે. બેલા પટેલ સમાજ ની વાડી પાસે તા-જી મોરબી, સાહીલભાઇ ઓસમાણભાઇ નારેજા ઉવ-૨૫ રહે.બેલા મફતીયાપરા તા-જી મોરબી, હસમુખભાઇ માવજીભાઇ રૂપાલા ઉવ-૪૪ રહે. નાની વાવડી તા-જી મોરબી, અજયભાઇ નાનજીભાઇ જેઠલોજા ઉવ-૩૦ રહે. બેલા મેલડી માતા ના મંદીર પાસે તા-જી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૮,૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.