Saturday, December 28, 2024

મોરબીના બેલા ગામની સીમમાં ફેક્ટરીમાં પત્નીની હત્યા નિપજાવનાર પતિ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામની સીમમા આવેલ મુરાનો સીરામીક નામના કારખાનામાં પત્નીની હત્યા નિપજાવનાર આરોપી પતીને મોરબી તાલુકા પોલીસે શોધી કાઢી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મોરબી તાલુકાના બેલા ગામની સીમમા આવેલ મુરાનો સીરામીક નામના કારખાનામાં રહેતા ધપુબાઈના જ સતા મહિલાનીથી વતનમાં રહેતા હોય અને તેનો મોબાઈલ તેમના પતિ કનૈયાલાલ પાસે હોય તેમા કોઈ છોકરાનો ફોન આવતા શંકા જતા આરોપી કનૈયાલાલે તેની પત્ની ધપુબાઈને છરી ના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાની ફરીયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

જે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસે અલગ અલગ ટીમ બનાવી શોધખોળ કરતા હોય તે દરમ્યાન પોલીસને સંયુકતમા બાતમી મળેલ કે ખુનના ગુન્હામા સંડોવાયેલ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય નાનો અણીયારી ટૉલટેકસ પાસે ઉભેલ છે અને પોતે પોતાના વતન જવાની ફીરાકમાં છે જે બાતમીના આધારે અણીયારી ટોલટેકસ પાસેથી ખુનના ગુન્હાને અંજામ આપનાર કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય ઉ.વ.-૩૩ ધંધો-મજુરી રહે. કીઠોર ગામ તા.ગુલાના જી.સાજાપુર (એમ.પી.) હાલ-મુરાનો સીરામીક ફકેટરીમાં, બેલા ગામની સીમ, તા.જી. મોરબીને પકડી ધોરણસર ની કાર્યવાહી કરી આગળની તપાસની પોલીસ ઇન્સપેકટર I/C એન.એ.વસાવા ચલાવી રહેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર