Sunday, December 22, 2024

મોરબીના બેલા (રંગપર) ગામેથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામના બસ સ્ટેન્ડ પાસે આરોપી નીલેશભાઈ મનસુખભાઇ વાડોલીયા (ઉ.વ.૩૦) રહે. બેલા રંગપર, શીવાભાઈ રબારીના મકાનમાં મૂળ રહે. જ્યોતી પાર્ક અનિ હોટેલની સામે ધ્રોલ જી. જામનગરવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૮૦૦ નાં મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા રહે. બેલા (રંગપર) તા.જી. મોરબીવાળાનુ નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર