મોરબીના બેલા પીપળી રોડ પર દુકાનમાં અગ્નિસ્નાન કરી લેતાં યુવકનું મોત
મોરબી: મોરબીના બેલા પીપળી રોડ પર પટેલ વિહાર હોટલ પાસે પોતાની દુકાનમાં કોઈ કારણસર અગ્નિસ્નાન કરી લેતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ લાલજીભાઇ મનસુખભાઇ પરમાર ઉ.વ.૩૩ રહે. મારૂતિપાર્ક સોસાયટી બેલા પીપળી રોડ, પટેલ વિહાર હોટલ પાસે મોરબી તા.જી. મોરબીવાળાએ પોતાની દુકાનમાં બપોરના બારેક વાગ્યાની આસપાસમાં પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી સળગતા દાઝી જતા પ્રથમ સારવાર સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે સારવારમાં ગયેલ બાદ ખાનગી હોસ્પીટલ મોરબી ખાતે હબન્સ વોર્ડમાં દાખલ કરતા ચાલુ સારવાર દરમ્યાન લાલજીભાઇ નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.