મોરબીના બેલા(રં) ગામે જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા
મોરબી: મોરબી તાલુકાના બેલા(રં) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓએ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે સાંઇ પાણીના પ્લાન્ટની પાછળ જાહેરમાં જુગાર રમતા છ ઇસમો ) નાનજીભાઇ સામજીભાઇ જેઠલોજા ઉ.વ.૬૨, ભરતભાઇ મોરાજીભાઇ માકાસણા ઉ.વ.૪૮, ભુપતભાઇ ઠાકરસીભાઇ અઘાર ઉ.વ.૪૮, નરેન્દ્રભાઇ મગનભાઇ કાલરીયા ઉ.વ.૪૩, મનહરભાઇ ઉકાભાઈ ચારોલા ઉ.વ.૫૦ રહે પાંચે બેલા (રંગપર) તા.જી.મોરબી તથા ગણેશભાઇ રામજીભાઇ જેઠલોજા ઉ.વ.૫૮ રહે-શિવપુર તા.હળવદ જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩૭,૩૫૦ ના મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.