મોરબીના બેલા ગામની સીમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી વલસાડથી ઝડપાયો
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન રોડ ઉપર લીડસન સીરામીકમાંથી સગીરાનું અપહરણ કરનાર શખ્સને વલસાડ જિલ્લાના ચનોઇ ગામેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા બેલા ગામની સીમ ખોખરા હનુમાન રોડ લીડસન સીરામીકમાંથી આરોપીએ ફરીયાદીની સગીરવયની દિકરીને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરી લઇ જઈ આરોપી વિશાલ ગોવર્ધનભાઇ વર્માએ અવારનવાર શરીર સંબંધ બાધી બળાત્કાર કરેલ હોય તેમજ આરોપી અશોકભાઈ ગોરીલાલ વર્માએ આરોપી વિશાલના કહેવાથી ભોગબનનારને લઈ જઈ આરોપી તથા ભોગબનનારને રહેવાની વ્યવસ્થા કરી આપી ગુનો કરવામાં મદદગારી રવામાં આવી હતી જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો.
જેથી આ ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ મોરબી તાલુકા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા ટેકનીકલ વર્ક તથા હ્યુમન સોર્સથી માહિતી મેળવી આરોપી વિશાલ ગોરધનસિંગ મેઘવાલ (વર્મા) (ઉવ-૧૯) રહે-ગામ- માવાસા તા.ખુજનેર જી.રાજગઢ મધ્યપ્રદેશવાળાને વલસાડ જીલ્લાના ચનોઈ ગામે સિધ્ધારર્થ કોલ્ડ સ્ટોરેજ ખાતેથી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.