મોરબીના બંધુનગર નજીક ડમ્પર અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત: કુલ ૩ વ્યક્તિના મોત
મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે અર્ટીગા કાર અને ડમ્પર અથડાતા બે વ્યક્તિના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા તો સારવાર દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે પર બંધુનગર ગામ નજીક ડમ્પર અને અર્ટીગા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે કારનો બુકડો બોલી જવા પામ્યો હતો જે અકસ્માતમાં કારમાં સવાર તુષાર બાલુભાઈ માલવયા (ઉ.વ.૩૦) રહે ઉમા ટાઉનશીપ અને વરુણ વાસકલે (ઉ.વ.૨૮) રહે જાંબુઆ વાળાના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જે અકસ્માતમાં કારમાં સવાર મહિલા, બાળકી સહિતના ત્રણ વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મહેશ સિંગાર (ઉ.વ.૨૪) વાળાનું મોત થયું હતું જેથી અકસ્માતમાં મૃત્યુ આંક ૩ પર પહોંચી ગયો છે અકસ્માતમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર તેમજ કાર ચાલકના મોત થયા હતા મહેશભાઈ અને વરુણભાઈ બંને ટ્રકમાં સવાર હતા તો તુષારભાઈ કારમાં સવાર હતા જે ત્રણ વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે જયારે મહિલા અને બાળકીને સારવાર આપવામાં આવી રહી છે અકસ્માતના બનાવને પગલે પોલીસ ટીમ દોડી જઈ તપાસ હાથ ધરી હતી.