મોરબીના બગથળા ગામે રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો
મોરબી તાલુકાના બગથળા ગામના રહેવાસી ૨૨ વર્ષના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બગથળા ગામે રહેતા મેહુલ નવઘણ ગમારા (ઉ.વ.૨૨) નામના યુવાને રાત્રીના પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે બનાવની જાણ થતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે જે બનાવની તપાસ તાલુકા પોલીસના ફિરોઝ સુમરા ચલાવી રહ્યા છે જેની પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન માલઢોરનું કામકાજ કરતો હતો જોકે તેને કામ પસંદ ના હોય અને અન્ય કામકાજ કરવા બાબતે પિતાને કહ્યું હતું અને પિતાએ ઇનકાર કર્યો હતો જેથી યુવાનને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.