મોરબીના બાદનપર ગામે રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે
મોરબીના બાદનપર ગામે સમસ્ત ગામ દ્વારા આગામી તા.4ને શુક્રવારથી રવિવાર સુધી એમ ત્રિદિવસીય રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમસ્ત ગામમાં હરખનો માહોલ છવાયો છે. રામનવમી પર્વ ઉપર આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.જેમાં શોભાયાત્રા સહિત ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો યોજાશે.
બાદનપર ગામે રામનવમીએ સમસ્ત ગામ દ્વારા રામજી મંદિરના યોજાનાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તા.4 અને તા.5ના રોજ યજ્ઞ, હોમ હવન સહિતના ધાર્મિક વિધિ વિધાનના કાર્યક્રમો અને સંતવાણી, મહાપ્રસાદ યોજાશે, સંતવાણીમાં ભજનિક મંજુલાબેન ગૌસ્વામી, મહેશ બારોટ, સુરેશ પટેલ, શ્રુતિ પટેલ, રવિ ચૌહાણ, આનંદભા ગઢવી અને સુરેશ પટેલ સહિતના કલાકારો રમઝટ બોલાવશે તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞના આચાર્ય પદે બળવંતભાઈ દવે, કનુભાઈ જાની બિરમાન થશે. આ ધર્મોત્સવનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.