મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ પર કારે હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર બેફીકરાઈથી કાર ચલાવી હડફેટે લેતા વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા હતા જેથી આ બનાવ અંગે આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરામા રહેતા બસીરમીયા અબ્દુલ રહેમાન કાદરી (ઉ.વ.૬૫) એ આરોપી ઇનોવા કાર રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.એફ-૫૦૯૮ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલા વાળી સફેદ કલરની ઇનોવા કાર રજીસ્ટર નં- જીજે-૩૬- એ.એફ- ૫૦૯૮ વાળી પુરઝડપે અને ગફલત ભરી રીત ચલાવી નિકળી ફરીયાદી મોરબી જુના બસસ્ટેન્ડ પાસે અયોધ્યાપુરી મેઇનરોડ પ્રકાશ ઘુઘરાવાળાની દુકાન પાસે ખુણા ઉપર ઉભેલ હોય ત્યારે આરોપીએ પોતાની કારનો વણાંક લેતા વખતે ફરીયાદિને અડફેટે લઈ ફરીયાદીને ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી નાસી જતા આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.