મોરબીમાં આવેલ ગાંધીબાગમાં લાઈટો તથા CCTV કેમરા મુકવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી શહેરમાં પોસ્ટ ઓફિસ સામે આવેલ ગાંધીબાગમા ટુ વ્હીલર અનેક મોટરસાયકલોની ચોરી થતી હોય છે તેમજ ત્યાં રાષ્ટ્રપિતા ગાંધીજીનું સ્ટેચ્યુ પણ આવેલ છે અને ત્યાં જ અંધકાર છવાયેલ હોવાથી મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી પાલિકા ચીફ ઓફિસર તથા કલેકટરને લેખિત રજૂઆત કરી ગાંધીબાગમા કાયમી ધોરણે લાઈટો તથા સી.સી.ટી.વી. કેમરા મુકવા માંગ કરી છે.
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી જિલ્લા કલેક્ટર તથા પાલિકા ચીફ ઓફિસરને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરમાં આવેલ પોસ્ટની સામે ગાંધીબાગમાં વાહન નો પાકીંગ ની સુવીધા વેપારીઓ અને પોસ્ટ ઓફીસ તથા બેંકે આવનારા લોકો માટે રાખવામાં આવેલ છે અને વેપારીઓ તથા આવેલ લોકોએ પોતાનું વાહન આ પાર્કીંગમાં લોક મારીને રાખેલ હોવા છતા કોઈ લુખા તત્વો આવા લોક તોડીને મોટર સાઈકલોની ઉઠાંતરી કરી જાય છે અને મોટર સાયકલ બાહાર રોડ ઉપર રાખીએ તો પોલીસ વેન આવીને વાહનો ટોઇંગ કરી લઇ જાય છે ત્યારે લોકોને દંડ ભરવો પડે છે જેથી આવો દંડ નો ભરવો પડે તે કારણ સર વાહન પાર્કીંગમાં રાખેલ હોય તેમ છતા પણ આવા અઠંગ ઉઠાવ ગીરો વાહન નું લોક તોડી ને ઉપાડી જતા હોય અને એસ.બી.આઈ બેંક ની સામે આવેલ સુર્યોદય કોમ્પ્લેક્ષમાં દુકાનો ધરાવતા વેપારીઓના અનેક વાહનો આ ગાંધીબાગ પાર્કીંગમાંથી ઉપડી ગયેલ છે તેમજ બીજા અન્ય લોકો ખરીદી કરવા માટે આવતા હોય તેઓના પણ વાહનો ઉપડી ગયેલ છે. જેથી ગાંધીબાગમાં સારી મરકયુરી લાઈટ અને સી.સી.ટી.વી. કેમેરા અને એક ચોકીદાર પણ મુકવામાં આવે તેવી મોરબીના સામાજિક કાર્યકરો માંગ કરી રહ્યા છે.