મોરબીના અમરેલી ગામે 26 ઓગષ્ટે જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમથી ઉજવાશે
મોરબી: મોરબીના અમરેલી ગામે તા. ૨૬ ઓગસ્ટના રોજ કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવશે.
જેમાં અમરેલી ગામના યુવાનો દ્વારા સવારે ૮:૩૦ કલાકે ગામના રામજી મંદિરેથી શોભાયાત્રા નીકળશે જે શોભાયાત્રા આખા ગામમાં ફરશે. તેમજ ૧૦:૩૦ કલાકે રામજી મંદિરની જગ્યાએ મટકી ફોડનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા આસપાસના વિસ્તારના લોકોને અમરેલી ગામના ગ્રામજનો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.