મોરબીના અમરેલી રોડ પરથી ઈંગ્લીશ દારૂની 24 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના અમરેલી રોડ શ્રધ્ધા સોસાયટીની પાછળ આવેલ ઝાડી ઝાંખરામાંથી ઈંગ્લીશ દારૂની ૨૪ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મૂળ જામનગર જિલ્લાના મોળા ગામનો વતની અને હાલ મોરબીના શ્રધ્ધા પાર્ક સોસાયટી યમુના સોસાયટીની બાજુમાં રહેતા વિરપાલસિંહ પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ.૨૧) એ મોરબીના અમરેલી રોડ શ્રધ્ધા સોસાયટીની પાછળ આવેલ ઝાડી ઝાંખરામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૪ કિં રૂ. ૮૧૬૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.