મોરબીના આમરણ ગામે પતિએ પત્નીને છરી ઘા ઝીંક્યા
મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે પતિ પત્નીના માવતર પક્ષ વિશે ખરાબ શબ્દ બોલતા પત્નીએ ખરાબ શબ્દ બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર છરી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા અને હાલ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા ભારતીબેન ભરતભાઈ સોલંકી (ઉ.વ.૩૦) એ આરોપી તેના પતિ ભરતભાઈ બાબુભાઈ સોલંકી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૦૫-૨૦૨૪ ના રોજ આરોપી ફરીયાદીને તેના માવતર વિશે મેણાટોણા મારતા હોય જેથી ફરીયાદીએ તેના માવતર આવુ નહી બોલવા કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે ગાળો આપી મુંઢમાર મારી છરી વડે ફરીયાદીને પેટના ભાગે સરકો ઇજા કરી હતી જેથી ફરીયાદી ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર ભારતીબેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.